પૂજ્ય વડીલો તથા આદર્ણીય ભાઈઓ, બહેનો તથા વ્હાલા બાળકો,
આદિ કાળ થી માનવનો ઉત્ક્રાંતિ બાદ જન્મ થયો. કાળક્રમે જરૂરિયાતો મુજબ અનુભવોને આધારે નવીન શોધ કરતો રહ્યો. અને અંતે માનવ સ્વભાવ મુજબ એ હંમેશા સમૂહ માં રહેતાં શીખી ગયો. સમૂહ ના લાભો થી એ પ્રગતિ ના પંથે અવિરત ચાલિને સફળતાનાં શિખરો પ્રાપ્ત કરી શક્યો.
શરૂઆતમાં વ્યક્તિગત રૂપે ત્યાર બાદ પરિવાર રૂપે અને અંતે સમાજ ના મધ્યમ થી જ બહુલક્ષી વિકાસ ની દિશામાં હરણફાળ ભરી રહ્યો છે. વ્યક્તિ ના નિર્માણ માં સમાજ ખૂબ જ ઉપયોગી છે એવી પ્રતિતિ થતાં જ એણે સુંદર સમાજ નિર્માણની કલ્પના કરી વ્યવહારિક રૂપ આપી દીધું.
સમાજ માં રહીને જ સુસંસ્કારીતા, આદર્શવાદિતા, શૈક્ષણિકતા, ધાર્મિક્તા તથા આધ્યાત્મિકતા નો બોધ મેળવી શકાય છે. સમાજ આ બધી આપણી જરૂરીયાતો ને સંતોષે છે. આપણે બધાં જ ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણ ને વિશ્વ ની અંદર એક અમૂલ્ય, અનુભવી, દીર્ઘદ્રુષ્ટાયુક્ત, સંસ્કારવાન, એકતાની ભાવના વાળો, સુખ:દુખ માં મદદ રૂપ બનવાની લાગણી સભર, અનેક રત્નોથી યુક્ત સમાજ પ્રાપ્ત થયો છે.
૪૨ ગામ કડવા પાટીદાર સમાજ કેનેડા એનું આગવું દૃષ્ટાંત છે. સમાજ માં સ્થાપનાદિનથી માંડીને આજદિન સુધી સર્વે જનો હળી મળીને, ભાઈચારા ની ભાવના થી ઉત્કર્ષ ના માર્ગે આગળ ચાલી રહ્યા છે. સમાજ તમામ ભાઈ-બહેનો ની જરૂરિયાતો ને ધ્યાનમાં લઈ ને સુસંસ્કારિતા સ્થાપિત થાય એવા પ્રયત્નો કરી રહ્યો છે. શૈક્ષણિક વિકાસ માટે, ધાર્મિકતા અને આધ્યાત્મિકતા ના ગુણો ને ગ્રહણશીલ બનાવવા માટે વિવિધ પ્રયાસ કરી રહ્યો છે. નારી ઉત્કર્ષ માટે તથા પર્યાવરણ ની સમતુલા જાળવી રાખવા માટે વૃક્ષારોપણ જેવા આંદોલન ચલાવી રહ્યો છે. સમાજમાંથી વ્યસન નાબૂદી માટે નાં પ્રયાસો પૂરજોશથી કરી રહ્યો છે. દિકરા-દિકરીઓ ના લગ્ન સંબંધી બાબતો ને પણ સમાજ ઊંચી દૃષ્ટિ થી કાર્યરત છે.
ઉપરોક્ત બાબતોને ધ્યાન માં રાખીને વર્ષ દરમ્યાન સાત્વિક મનોરંજન માટે પિકનિક,નવરીત્રિ અને દિવાળી ના પ્રસંગો ભારે લાગણી થી ઉજવે છે. સમાજ ના સર્વે ભાઈઓ ના પરિવાર ઉત્તરોત્તર સારી પ્રગતી કરી સમાજ નું નામ વિશ્વમાં રોશન કરે એવી ભાવના સાથે વિરમું છું.
આપનો,